Movie Reva – રળિયામણી રેવા

કાલે મેં એક અદભુત ગુજરાતી ફિલ્મ જોઈ…….. રેવા

મા નર્મદા અને ત્યાં રહેતા આદિવાસીઓ તેમ જ તેમની વચ્ચે રહીને કર્મયોગ કરતા લોકો ની વાત

અને એમની વચ્ચે જઈને એક વિદેશી કેવી રીતે પોતાને અને સાચી ભારતીય સંસ્કૃતિ ને પામે છે, નિહાળે છે અને અનુભવે છે એનો આહલાદક અનુભવ એટલે રેવા

ઉત્કૃષ્ટ ફોટોગ્રાફી
આત્મા ને સ્પર્શે એવું સંગીત
સહજ અભિનય, ધીમી ગતિ

આ બધા ને શાંતિ થી માણવા નો સમય આપણી પાસે નથી . એટલે જ આટલી સુંદર ફિલ્મ બોલીવૂડ ના ઝંઝાવાત સામે મુંબઈ માં ટકી નહિ.

પણ તમને જો ક્યારેક તક મળે તો રેવા જોવાનું ચુકતા નહિ.

એમાંથી શુ પ્રાપ્ત થશે?

તો એના ઉત્તર માં ફિલ્મ નો જ એક સંવાદ
‘એ તો જેવી જેની ભાવના, દીકરા !’

પણ મને આ ફિલ્મે ખૂબ જ અંદર સુધી હલાવ્યો છે. મારી અમુક સમજણ ને એણે દ્રઢ કરી છે, અમુક ગેરસમજણ ને ઘરમૂળ થી ઉખેડી નાખી છે, તો મારા આધ્યાત્મિક સાધના ના માર્ગ માં તકલીફો નો સામનો કરવાની એક ક્યારેય ન અનુભવાઈ હોય એવી પ્રેરણા આપી છે.

એક ફિલ્મ જ્યારે અંતર પ્રેરણા થી , પૈસા કમાવાના હેતુથી ન બનાવાઈ હોય ત્યારે જ આવું બને.

આવું સર્જન કરનાર સાચા અર્થ માં યુવા વૃત્તિ ના લોકો છે.

મારા મન અને હૃદય ને સ્પર્શેલી ‘રેવા’ ના અમુક મોતી નીચે વાંચો.

Screenshot_20180416-085111_01

૧) સાચા ભારત ને જાણવાની ઈચ્છા હોય તો ગામમાં, જંગલમાં, નદી કિનારે, રહેતા લોકો પાસે થી ઘણું શીખવા મળશે. માતા નર્મદાની પરિક્રમા હજારો વર્ષોથી લોકો કરતા આવ્યા છે અને તેમને વિસ્મયકારક એવા life changing અનુભવો થયા છે.

૨) પ્રકૃતિ ના ખોળે સ્વ ને પામવું સહેલું છે, ઈશ્વર અનુભૂતિ સહજ છે.એટલે જ જેઓ પરિક્રમા વાસી છે તેમની સેવા કરવા દરેક ગ્રામજન ઉત્સુક હોય છે.

૩) માનવ સંબધો અને મિત્રો જીવન માં પ્રથમ સ્થાને હોવા જોઈએ, બાકીની વસ્તુઓ ગૌણ છે જેમ કે પૈસા, સ્વાર્થ.

૪) ધર્મ માં શ્રદ્ધા ન હોય તો ચાલશે , પણ માણસને ‘શ્રદ્ધા’ હોવી જોઈએ.

ભારત ધર્મ ઉપર નહિ અધ્યાત્મ ઉપર ટક્યો છે. આદિવાસીઓ અછત અને મુશ્કેલી ઓ વચ્ચે પણ હૃદયની સરળતા સાચવી શક્યા છે. અને એટલે જ ટકી શક્યા છે.

ભારતની ગ્રામ્ય સંસ્કૃતિ ને સાચવવાની ચિંતા અને જતન જરૂરી છે. ધર્મ સામાન્ય માણસ ને channelize કરવા માટે ઉપયોગી છે કારણ ઓછું ભણેલી , મહેનત કરવાવાળી પ્રજાને વિજ્ઞાન ની પળોજણ નહિ પણ ધર્મ અને ભક્તિ ના સરળ નિયમો બાંધી શકે.

૫) અંધશ્રદ્ધા જવી જ જોઈએ પણ આદિવાસી ઓની પોતાની system છે એમાંથી એમના પોતાના લોકોને બચાવવાની.

તેમની વચ્ચે રહીને નિસ્વાર્થ ભાવે કામ કરનારા યોગી, સાધક, કાર્યકરો પોતાની creativity અને character વાપરીને તેમને સુધારી કે સમજાવી શકે. એના માટે તેમના સાથે સંબધ બાંધવાની તૈયારી ન હોય તો તેમને સુધારવાના પ્રયત્નો સફળ નહિ થાય

૬) આદિવાસી પ્રજા પણ ઘણી બાબત માં શહેરી લોકો કરતા સારી હોય શકે છે . તેમના શિક્ષક બનવા કરતા તેમના મિત્ર બની તેમની પાસેથી ભવિષ્ય માં કુદરત સાથે કેમ રહેવું પડશે એ શીખી શકાય

૭) ભારત ની હજારો વર્ષોની પરંપરા ઓમાં અનોખાપણું અને શક્તિ રહેલી છે. કારણ કોઈ પણ નિરર્થક વાત હજારો વર્ષો સુધી ટકે જ નહીં. જેમ કે મહાભારત ની વાતો સામાન્ય બાળક ને પણ જાણ થઈ જ જાય છે. આપણા તકવાનું કારણ આ વિશિષ્ટતાઓ છે.

૮) selfie જેટલા મહત્વના છે, એટલું જ મહત્વનું self ને જાણવું છે. તેને માટે સમય કાઢવો જ રહ્યો. ઉપરાંત આપણા પોતાના, આપણું મૂળ ભૂલીને આપણે ક્યાંક ખોવાયા તો નથી ને એવો વિચાર કરવો રહ્યો.

૯) *અધ્યાત્મ એ અનુમાન અને અનુભવ ની વાત છે.* જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી અનુમાનોને અર્ધસત્ય માનીને પણ follow કરી શકાય. આપણે ઈશ્વર ના ભક્ત થવાનું છે નહીં કે ધર્મ ના.

૧૦) film માં એક સંદેશ આવે છે કે આ સંસારમાં જે વ્યક્તિ વિનમ્ર, જિજ્ઞાસુ, શાંત, દયાળુ, અપરિગ્રહી, પવિત્ર, સંતુલિત અને એકતા વધારવા માટે પ્રયત્ન કરે છે તે જ મોક્ષ ના અધિકારી છે.
આ બહુ જ powerful વાક્ય છે.

તત્વમસિ novel પર આધારિત , થોડા creative freedom સાથેની પણ વાર્તા ના મુળતત્વ ને સાચવનારી, બહાર શોધીએ છીએ તે શક્તિ અંદર જ છે એનો પ્રબળ અનુભવ કરાવનારી અને નદી કિનારે માનવ સંસ્કૃતિ વિકસી શુ કામ, એ પ્રશ્ન નો ઉત્તર આપનારી, એક અદભુત ફિલ્મ ‘રેવા’ ને પ્રણામ.

-GB

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: